વાંસદામાં ૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા

28 December, 2019 12:47 PM IST  |  Navsari

વાંસદામાં ૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપ

નવસારીના વાંસદા તાલુકામાં ફરી એક વાર ભયજનક ભૂકંપના આંચકા નોંધાયા છે. વાંસદાનાં અનેક ગામડાંઓમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી ઊઠી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા-ચીખલી હાઇવે પર આવેલું લાખાવાડી ગામમાં નોંધાયું છે તો ભૂકંપની તીવ્રતા ૩ નોંધાઈ છે. વહેલી સવારે ૫.૨૭ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી વાંસદાની જમીનમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. તાલુકાના રહેવાસીઓ પણ ગભરાયેલા છે. આ મામલે અનેક તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભરૂચ બીજેપીના આગેવાન ખુમાનસિંહ વાંસિયાની દારૂબંધી હટાવવાની માગણી

વાંસદા તાલુકાનાં wગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ગયા મહિને તો વાંસદામાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહિતનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી-મોટી તિરાડો પડી જવા પામી હતી. સામાન્ય રીતે વાંસદાનાં ગામોમાં કાચાં કે અડધાં પાકાં ઘરો વધુ હોય છે ત્યારે લોકોનાં ઘરોમાં તિરાડો પડતાં ઘર પડી જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે.

navsari earthquake