ગુજરાતના 10 હજાર પરિક્ષાર્થીઓ પરીણામથી નાખુશ, પેપર રી-ચેક કરવા અરજી કરી

14 June, 2019 12:39 PM IST  | 

ગુજરાતના 10 હજાર પરિક્ષાર્થીઓ પરીણામથી નાખુશ, પેપર રી-ચેક કરવા અરજી કરી

10 હજાર પરિક્ષાર્થીઓ પરીણામથી નાખુશ

ગુજરાત ઉચ્ચ માધ્યિક 12માં ધોરણનું રિઝલ્ટ હાલમાં જ આવ્યું હતું. ગુજરાતના પરિક્ષાર્થીઓ તેમના પરિણામોને જોઈને વધુ ખુશ લાગી રહ્યા નથી. ગુજરાતના 10,000 કરતા વધારે પરીક્ષાર્થીઓએ તેમની ઉત્તરવહીઓ ચેક કરવા માટે અપ્લાય કર્યું હતું. વિદ્યાર્થી 21થી 28 જૂનની વચ્ચે પોતાની ઉત્તરવહીઓ તપાસી શકશે. ગુજરાત ઉચ્ચ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરુવારે માહિતી આપી હતી કે, 10,500 જેટલા પરીક્ષાર્થીઓએ ઉત્તરવહીઓ તપાસ કરવા માટે અરજી કરી હતી જેમાથી 3171 પરીક્ષાર્થીઓએ ઉત્તરવહીઓને ફરી તપાસ કરાવવા માટે અરજી કરી હતી. આ સિવાય 9289 પરીક્ષાર્થીઓએ તેમની OMR શીટને ફરી તપાસવા અરજી કરી હતી.

બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના 10,300 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓએ તેમની ઉત્તરવહીના પર્સનલ ઈન્સપેક્શન અને વેરિફિકેશન માટે અરજી કરી હતી. 21 થી 28 જૂનની વચ્ચે આ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની ઓફિસે આ ઉત્તરવહીઓ તપાસ કરી શકશે. બોર્ડ દ્વારા એક દિવસમાં 1,500 વિદ્યાર્થીઓને ઉત્તરવહી તપાસ કરાવી શકશે.

આ પણ વાંચો: સ્ટ્રિક્ટ સૂચનાઃ કોઈએ ઘરમાં રહેવાનું નથી: વિજય રૂપાણી

બાળકોએ ઉત્તરવહીઓ તપાસ કરવા માટે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે. પરીક્ષાર્થીઓએ ફોર્મમાં તેમની પરીક્ષાનો સીટ નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપવાનો રહેશે. વિદ્યાર્થીઓ શુક્રવાર સાંજે 4:00 વાગ્યા સુધી ઉત્તરવહી તપાસ કરવા માટે અપ્લાય કરી શકશે.

gujarat gujarati mid-day