કચ્છના વાગડમાં કરા પડવાથી સેકડો કુંજ પક્ષીઓ ઘવાયા છે

16 November, 2019 08:21 AM IST  |  Bhuj | Utsav Vaidh

કચ્છના વાગડમાં કરા પડવાથી સેકડો કુંજ પક્ષીઓ ઘવાયા છે

કુંજ પક્ષી(તસવીર સૌજન્યઃ વિકીપીડિયા)

ગઈ કાલે કચ્છના સીમાવર્તી વાગડ વિસ્તારમાં ભારે કરા પડવાથી ખેડૂતોના ઉભા પાકને તો વ્યાપક નુકસાની થઈ હતી, પરંતુ તેની સાથે સેકડો કુંજ પક્ષીઓ પણ બરફના કરા વાગતા ઘવાયા હતા. ભચાઉ તાલુકામાં ગઈકાલે ભારે પવન સાથે પડેલા કરાને કારણે કુંજ પક્ષીઓ ઘાયલ બન્યા છે. ભચાઉના બાનિયારી ગામની સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં અનેક કુંજ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગઈકાલે કચ્છમાં થયેલી  હિમવર્ષાને પગલે આ પક્ષીઓની હાલત કફોડી બની છે. ઘાયલ થયેલા કુંજ પક્ષીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં અનેક પક્ષીઓ તરફડીયા મારતા નજરે પડી રહ્યા છે. 

kutch gujarat