Lok Sabha 2019: અમિત શાહની 554568 મતથી ભવ્ય જીત,અડવાણીનો રેકોર્ડ તોડ્યો

23 May, 2019 04:54 PM IST  |  ગાંધીનગર

Lok Sabha 2019: અમિત શાહની 554568 મતથી ભવ્ય જીત,અડવાણીનો રેકોર્ડ તોડ્યો

અમિત શાહ જીત બાદ ભાજપના હેડ ક્વારટર પર (PC : ANI)

ભારત ભરમાં ગુરૂવારે મોદી લહેર છવાઇ ગઇ હતી. ત્યારે બીજેપીનો ગઢ મનાતા એવા ગુજરાતમાં તમામની નજર હતી. ખાસ કરીને હાઇપ્રોફાઇલ ગણાતી ગાંધીનગરની બેઠક પરથી લડી રહેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર તમામની નજર હતી. આ બેઠક પર અમિત શાહે ધમાકેદાર જીત મેળવી હતી. તેણે લોકસભા ચુંટણી 2019માં ગાંધીનગર બેઠક પરથી મોટી લીડથી જીતી મેળવી હતી.

અમિત શાહે અડવાણીના મતનો રેકોર્ડ તોડ્યો
અત્યારે ભાજપ અમદાવાદ પુર્વ પરની બેઠક પરથી એચ. એસ. પટેલે જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ગીતાબેન પટેલને હાર આપી હતી. તો બીજી તરફ અમદાવાદ (પશ્ચિમ) બેઠક પરથી કિરિટ સોલંકી આગળ ચાલી રહી છે. અમિત શાહે 5,54,568 મત સાથે વિજયી થયા છે. સાથે જ અડણાવીની જંગી લીડ 4,83,121 નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 198960 મતથી જીત મેળવી લીધી છે.

અમદાવાદ પુર્વમાં પાટીદાર સામે પાટીદારની જીત
અમદાવાદ (પૂર્વ) ની પરંપરાગત બ્રાહ્મણોની બેઠક પર આ વખતે ભાજપે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને કોંગ્રેસે ગીતા પટેલ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. નવા સીમાંકન બાદ આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. જ્યારે 2014માં ભાજપે જાણીતા અભિનેતા પરેશ રાવલને તક આપી અને તેઓ 3 લાખ 26 હજાર 633 મતથી તેઓ વિજેતા બન્યા હતા. જો કે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના કબજામાં છે અને આ વખતે પણ ભાજપની જીત લગભગ નક્કી છે. આ બેઠક પર 2014માં 60.77 ટકા અને આ વખતે 61.26 ટકા મતદાન થયું છે.

Election 2019 Gujarat BJP gandhinagar amit shah narendra modi l k advani