ગુજરાત દારૂ પાર્ટીમાં દરોડા: ધરપકડ થતાં યુવતીનો પોલીસ સ્ટેશનમાંથી ભાગવાનો પ્રયાસ

22 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એવા અહેવાલો છે કે 13 પુરુષો અને 26 પુરુષો સહિત લગભગ 39 લોકો નશામાં મળી આવ્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે બ્રિથ એક્સપર્ટ ટેસ્ટ કર્યા અને તમામ 30 વ્યક્તિઓને તબીબી તપાસ અને લોહીના નમૂના લેવા માટે મોકલ્યા..

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના અમદાવાદમાં મોડી રાત્રે એક નાટકીય ઘટના બની હતી. જેમાં પોલીસે પાર્ટીમાં દરોડા પાડી કેટલાક લોકોને પકડ્યા હતા. તેમથી એક બ્લૅક સ્કર્ટ પહેરેલી એક છોકરીએ સાણંદ પોલીસ સ્ટેશનમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો. પોલીસ સ્ટેશનમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ચૂપચાપ પોલીસ સ્ટેશનમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહી છે, જોકે, સતર્ક પોલીસ તેને શોધી કાઢે છે અને તેને પોલીસ સ્ટેશનની અંદર પાછી મોકલી દીધી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના "@JournoJayesh" પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો શૅર કરી માહિતી આપવામાં આવી છે કે, "અમદાવાદના સાણંદમાં એક ખાનગી રિસોર્ટમાં દારૂની પાર્ટીનો પર્દાફાશ થયો; તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની જન્મદિવસની પાર્ટી હતી. 80 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 13 પુરુષો અને 26 મહિલાઓ નશામાં મળી આવી હતી. આ બધું અમૃત ક્યાંથી આવ્યું???"

રવિવાર (20 જુલાઈ) રાત્રે સાણંદના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં એક હાઇ-પ્રોફાઇલ જન્મદિવસની પાર્ટીનો પર્દાફાશ થયા બાદ આ ઘટના બની હતી. ગુજરાત સમાચારના અહેવાલો મુજબ, પાર્ટીનું આયોજન પ્રતિક સાંઘી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કથિત રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. એક ગુપ્ત માહિતીના આધારે, સાણંદ, ચાંગોદર અને બોપલ સ્ટેશનની પોલીસ ટીમોએ બે સ્વતંત્ર સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો. દરોડા સમયે લગભગ 70-80 લોકો હાજર હતા.

એવા અહેવાલો છે કે 13 પુરુષો અને 26 પુરુષો સહિત લગભગ 39 લોકો નશામાં મળી આવ્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે બ્રિથ એક્સપર્ટ ટેસ્ટ કર્યા અને તમામ 30 વ્યક્તિઓને તબીબી તપાસ અને લોહીના નમૂના લેવા માટે મોકલ્યા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે દરોડા પછી આરોપીઓને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. યુવતી પોલીસ સ્ટેશનના ગેટ પાસે ઉભી જોવા મળી હતી અને અન્ય આરોપીઓ કતારમાં પોલીસ સ્ટેશનમાં અંદર જતાં જોવા મળ્યા. ત્યારબાદ મહિલા ઝડપથી બીજી બાજુ ગઈ અને પરિસરમાં પાર્ક કરેલી બાઇકોને પાર કરી પોલીસ સ્ટેશનમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.

મહિલાનો ભાગી જવાનો પ્રયાસ પોલીસ સ્ટેશનની બહાર હાજર સતર્ક પોલીસે નિષ્ફળ બનાવ્યો. વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મી મહિલાને પોલીસ સ્ટેશનની અંદર જવા માટે કહે છે, ત્યારબાદ તે સીધી પોલીસ સ્ટેશનની અંદર જતી જોવા મળે છે. પોલીસે દરોડામાં 90,000 રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓ જપ્ત કરી હોવાના અહેવાલો છે, જેમાં દારૂની બોટલો, હુક્કા પાઇપ અને સિગારેટનો સમાવેશ થાય છે. ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

gujarat news Gujarat Crime viral videos social media ahmedabad