નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

28 May, 2019 05:29 PM IST  |  ગાંધીનગર

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. ગુજરાતમાં કોંગ્રેસના થયેલા રકાસની જવાબદારી સ્વીકારીને પરેશ ધાનાણીએ નેતા વિપક્ષના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી, દિલ્હી હાઈ કમાન્ડને પરેશ ધાનાણીએ રાજીનામાની રજૂઆત કરી છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે આખરી નિર્ણય હાઈ કમાન્ડ લેશે.

વિપક્ષના નેતાએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. ધાનાણીએ અન્ય કોઈ યુવા નેતાને તક આપવા માટે વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ હાર બાદ ધાનાણીના મનની વાત, ઉઠાવ્યો આ સવાલ

ધાનાણી પર કોંગ્રેસને હતી આશા
પરેશ ધાનાણીને કોંગ્રેસે મોટી આશાઓ અને અપેક્ષાઓ સાથે અમરેલીથી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાં તેમનો મુકાબલો નારણ કાછડિયા સામે હતો. કોંગ્રેસને વિશ્વાસ હતો કે નેતા વિપક્ષ પોતાના ગઢમાં કોંગ્રેસની લાજ બચાવી લેશે. પરંતુ તેમની આ ગણતરી ઉંધી પડી અને પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં આણંદ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પણ હાર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસના અનેક પ્રયાસો છતા તમામ 26 બેઠકો ભાજપને મળી છે.

Paresh Dhanani gujarat Gujarat Congress