1 વર્ષમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થશે : ગૃહ પ્રધાન પ્રદિપસિંહ

17 June, 2019 10:49 PM IST  |  Vadodara

1 વર્ષમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થશે : ગૃહ પ્રધાન પ્રદિપસિંહ

પ્રદિપસિંહ જાડેજા

Vadodara : ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ગુજરાત પોલીસ દળમાં જોડાઇને પોતાની નવી કારકિર્દી શરૂ કરી હતી. આઠ માસની કડક તાલીમ મેળવીને ગુજરાત પોલીસ દળમાં જોડાવાને લાયક ઠરેલા 629 હથિયારી લોકરક્ષકોને આવકારવામાં આવ્યા હતા.

દેશમાં ગુજરાતનું પોલીસ દળ સૌથી યુવાન અને શિક્ષિત
અત્યારે ભારતમાં ગુજરાતનું પોલીસ દળ સહુથી વધુ યુવાન અને શિક્ષિત પોલીસ દળ છે. રાજય સરકારે પોલીસ માળખાને વર્તમાન સમયની માંગ પ્રમાણે કુશળ અને સક્ષમ બનાવવા છેલ્લા દસ વર્ષમાં
50,000 જવાનોની ભરતી કરવામાં આવી છે.ચાલુ વર્ષમાં વધુ 10,000 પોલીસ જવાનોની ભરતીની મંજૂરી પ્રદિપસિંહ જાડેજા એ આપી છે. પ્રશિક્ષણ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ દેખાવ કરનારા જવાનનોને ચંદ્રકોથી નવાઝવામાં આવ્યા હતા.

હાઇટેક ગુનેગારોથી રક્ષણ મેળવવા ગુજરાત પોલીસ પણ હાઇકેટ બની
જેમ સમાજ હાઇટેક થઇ રહ્યો છે તેમ ગુનેગારો પણ ચોરી હાઇટેક કરી રહ્યા છે. તેવામાં
રાજય પોલીસ દળ ટેકનોલોજીનો વિનિયોગ કરીને વધુ સચોટ ઇન્વેસ્ટીગેશન કરે અને કન્વીકશન રેટ વધે તે માટે રાજય સરકાર પોલીસ દળને જરૂરી સાધનો, પ્રશિક્ષણ અને માળખાકીય સગવડોનું અદ્યતનીકરણ હાથ ધર્યુ છે. તેની ભૂમિકા આપતાં ગૃહ રાજયપ્રધાને જણાવ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, લો યુનિવર્સિટીના શિક્ષિત યુવાનો પોલીસ ભરતીમાં જોડાય એ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે તાલીમની ઉચ્ચતમ ગુણવત્તા માટે પોલીસ તાલીમ શાળા, વડોદરાના આચાર્ય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જોડાશે દોઢ કરોડ લોકો

629 જવાનો ગુજરાત પોલીસમાં જોડાયા
આ સંસ્થા ખાતે રાજયના
38 પોલીસ જિલ્લામાં હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા 629 જવાનોએ 8 માસની નિર્ધારીત અને આકરી તાલીમ પૂરી કરી છે. આ લોકોના દિક્ષાંત સમારંભનું આયોજન રવિવારના રોજ શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળાના પરેડ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ 629 ઘડાયેલા જવાનોમાં 08 ઇજનેર, 248 સ્નાતક અને 28 અનુસ્નાતકોનો સમાવેશ થાય છે. ગુજરાતનું પોલીસ દળ, જે દેશનું સહુથી યુવા પોલીસ દળ માનું એક છે.

vadodara gujarat