લોકાયુક્તની નિમણૂક વિશેનો હાઈ ર્કોટનો ચુકાદો આવતા અઠવાડિયે

08 October, 2011 05:53 PM IST  | 

લોકાયુક્તની નિમણૂક વિશેનો હાઈ ર્કોટનો ચુકાદો આવતા અઠવાડિયે

 

રાજ્યપાલ કમલાએ મોદી સરકારની ઉપરવટ જઈને આર. એ. મહેતાની નિમણૂક કરી હતી

ડિવિઝન બેન્ચ ૧૦ ઑક્ટોબરથી પોતાનો ચુકાદો ખુલ્લી બેન્ચમાં નોંધાવવાનું શરૂ કરશે. સરકારે ગઈ કાલે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ કમલા બેનીવાલ વચ્ચે આ મુદ્દે થયેલા પત્રવ્યવહાર સીલ્ડ કવરમાં હાઈ ર્કોટને સુપરત કર્યા હતા. ર્કોટે પાંચ ઑક્ટોબરની સુનાવણીમાં લોકાયુક્તની નિમણૂક કરનારી સમિતિમાંથી હાઈ ર્કોટના વડા ન્યાયમૂર્તિનું નામ કાઢી નાખવા વિશેનો સંદેશવ્યવહાર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ભીખાભાઈ જેઠવા વતી દલીલ કરતાં ઍડ્વોકેટ ગિરીશ પટેલે ર્કોટને ફરિયાદ કરી હતી કે સરકારે જાણીબૂજીને લોકાયુક્ત કાયદાના સુધારાના દસ્તાવેજો રજૂ કર્યા નથી. ભીખુભાઈએ મોદી સરકારની ઉપરવટ જઈને મહેતાની રાજ્યપાલે કરેલી નિમણૂકનો બચાવ કર્યો હતો.