સ્વાઈન ફ્લૂ માટે 23 જિલ્લામાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા HCનો આદેશ

12 February, 2019 07:30 PM IST  | 

સ્વાઈન ફ્લૂ માટે 23 જિલ્લામાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા HCનો આદેશ

રાજ્યમાં સ્વાઈન ફ્લૂ મામલે હાઈકોર્ટનું કડક વલણ

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઈન ફ્લૂના કારણે મોતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે અને સોમવાર સુધીમાં 23 જિલ્લાઓમાં આઈસોલેશન વૉર્ડ શરૂ કરવા આદેશ આપ્યા છે.

સ્વાઈન ફ્લૂ મામલે રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના 559 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂ એક રાઈઝિંગ ટ્રેન્ડ છે. જે એક અઠવાડિયા સુધી ચાલે તેવી શક્યતા છે. આગામી અઠવાડિયામાં આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સ્વાઇન ફ્લુને લઇને રાજકોટ મ્યુ. કમિશ્નરે શાળા-કોલેજો માટે જાહેર કર્યું એલર્ટ

સ્વાઈન ફ્લૂને રોકવા માટે રાજ્ય સરકાર શું કામગીરી કરી રહી છે તેનો રીપોર્ટ રજૂ કરવા માટે પણ હાઈકોર્ટને રાજ્ય સરકારને આદેશ કર્યા છે. વધુમાં સિવિલ હૉસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની કઈ રીતે સારવાર થઈ રહી છે. અને તેમાં ક્યા ક્યાં ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેનો પણ રીપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટ એવું પણ કહ્યું કે ખાનગી હૉસ્પિટલને માત્ર પૈસા કમાવામાં જ રસ છે.

swine flu