અમદાવાદમાં રથયાત્રાની ના

21 June, 2020 08:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં રથયાત્રાની ના

ફાઈલ તસવીર

કોરોનાને કારણે ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે અમદાવાદમાં સતત ૧૪૨ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે મંદિરમાંથી બહાર નીકળી શકશે નહીં. ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટે રથયાત્રા પર રોક લગાવવાનો હુકમ કર્યો હતો.

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે મીડિયાને કહ્યું હતું કે ‘ગુજરાત હાઈ કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને સ્ટે મૂકવામાં આવ્યો છે એને માન્ય રાખવામાં આવશે. પુરીમાં જે પ્રક્રિયા થશે એ અહીં કરવામાં આવશે. આ પરંપરા છે અને આસ્થાનું પ્રતીક છે. આ ભગવાનની રથયાત્રા છે, પણ મહામારીને ધ્યાનમાં રાખવામાં આવશે. આવતી કાલે રવિવારે નેત્રોત્સવ વિધિ થયા બાદ મંદિરમાં મીટિંગ મળશે અને નિર્ણય લેવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના ૧૭,૫૦૦થી વધુ કેસ નોંધાયા છે.

gujarat ahmedabad Rathyatra