તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડની સજા પર હાઈકોર્ટે લગાવી રોક

11 July, 2019 06:26 PM IST  |  અમદાવાદ

તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડની સજા પર હાઈકોર્ટે લગાવી રોક

ભગવાન બારડને મળી રાહત

ગુજરાત હાઈકોર્ટે અયોગ્ય ઠેરવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને મોટી રાહત આવી છે. કોર્ટે ગેરકાયદે ખનનના મામલામાં સંભળાવવામાં આવેલી સજાને ત્યાં સુધી સસ્પેન્ડ કરી છે, જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં તેમના કેસ પૂર્ણ ન થઈ જાય.

તાલાળાથી ચૂંટાયેલા ધારાસભ્ય બારડે ગીર સોમનાથ જિલ્લાના સેશન્સ કોર્ટે સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરતા તેઓ હાઈકોર્ટમાં ગયા હતા. જસ્ટિસ એસએચ વોરાએ બુધવારે તેમની સજાને સેશન્સ કોર્ટના મામલો પતી ન જાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી છે.

મહત્વનું છે કે 24 વર્ષ જૂના ગેરકાયદે ખનનના મામલામાં ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા મેજિસ્ટ્રેટ કોર્ટે બારડને 2 વર્ષ નવ મહીનાની સજા સંભળાવી હતી. બારડે મેજિસ્ટ્રેટના આદેશને પડકાર આપવામાં આવ્યા બાદ આ મામલામાં અનેક વળાંકો આવ્યા છે.

આ પણ વાંચોઃ તાલાળામાં નહીં થાય પેટાચૂંટણી, ભગવાન બારડને 'સુપ્રીમ' રાહત

સેશન્સ ન્યાયાલયે પહેલા બારડની સજા પર રોક લગાવી હતી. સરકારે જ્યારે આદેશને પડકાર આપ્યો ત્યારે મામલે સેશન્સ કોર્ટમાં પહોંચ્યો. સેશન્સ કોર્ટે ફરીથી મામલાની સુનાવણી કરતા સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

Gujarat BJP Gujarat Congress gujarat