Gujarat Lockdown: HC એ આપ્યા વીકએન્ડ કર્ફ્યુ અને લૉકડાઉનના નિર્દેશ

06 April, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્ય સરકાર કૉર્ટના નિર્દેશોની સમીક્ષા કર્યા પછી નિર્ણયય લેશે. ગુજરાતમાં દરરોજ અઢીથી ત્રણ હજાર સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાવાયરસની સ્થિતિને જોતા ઉચ્ચન્યાયાલયે વીકેન્ડ કર્ફ્યૂ તેમજ ત્રણ-ચાર દિવસનો લૉકડાઉન લાગૂ પાડવાના નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકાર કૉર્ટના નિર્દેશોની સમીક્ષા કર્યા પછી નિર્ણયય લેશે. ગુજરાતમાં દરરોજ અઢીથી ત્રણ હજાર સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે.

કૉર્ટના સરકારને કડક નિર્દેશ
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં કોરોના સંક્રમણ પર ચાલતી સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે પ્રદેશમાં કોરોનાની સ્થિતિને જોતા ત્રણ-ચાર દિવસનું લૉકડાઉન તથા વીકેન્ડ કર્ફ્યૂ વિશે વિચાર કરવો જોઇએ. કૉર્ટમાં રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસ જોતા સરકારને આ કડક નિર્દેશો આપવામાં આવ્યા છે. કૉર્ટે એ પણ કહ્યું છે કે પ્રદેશમાં સરકારી, રાજનૈતિક, સામાજિક, ધાર્મિક કાર્યક્રમ તેમ જ આયોજનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવવો જોઇએ.

ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ
નોંધનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં જ મહાનગર પાલિકા જિલ્લા તેમજ તહેસીલ પંચાયત ચૂંટણી બાદ પ્રદેશમાં કોરોનાવાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. સરકારે ફરી એકવાર રાજ્યમાં કોરોના પર અંકુશ મેળવવા માટે દરેક પ્રકારના આવશ્યક ઉપાયો કરી રહી છે પણ તેમ છતાં કેસની સંખ્યા સતત વધી રહી છે. ઉચ્ચ ન્યાયાલયે આ મામલે સુનાવણી કરતા સરકારને કોઇપણ પ્રકારની ઢિલાઇ ન કરવી જોઇએ તથા વીકએન્ડ કર્ફ્યૂ તેમજ 3-4 દિવસનું લૉકડાઉન લાગૂ પાડવાની જરૂર જણાવવામાં આવી રહી છે.

ઉચ્ચ ન્યાયાલયે વ્યક્ત કરી નારાજગી
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ તથા ભાર્ગવ કારિયાએ ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોતા જાતે સંજ્ઞાન લેતા સરકારને આ નિર્દેશ જાહેર કર્યા છે. કૉર્ટે રાજનૈતિક કાર્યક્રમો પર નારાજગી વ્યક્ત કરતા રેલી સભા તેમજ બેઠક પર તરત પ્રતિબંધ મૂકવાની વાત કહી છે. ચૂંટણીના નામે પ્રદેશમાં સ્થળે-સ્થળે કોરોના ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે, તે અંગે ઉચ્ચ ન્યાયાલય ખૂબ જ નારાજ દેખાયા.

રાજ્ય સરકારે કૉર્ટના નિર્દેશ પર સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવાની વાત કરી છે. નોંધનીય છે કે સ્થાનિક નિકાય ચૂંટણી બાદ આગામી દિવોમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ થવાની હતી તથા ભાજપ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અનેક સંસ્થાઓ પણ આમાં ભાગ લઈ રહી છે. હાઈ કૉર્ટના નિર્દેશ બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ ગાઈડલાઇનનું પાલન કરવું પડી શકે છે.

gujarat gujarat high court coronavirus covid19