ધો. 10નું પરિણામઃ સુરત જિલ્લો પ્રથમ ક્રમે, છોટાઉદેપુરનું સૌથી ઓછું

21 May, 2019 10:15 AM IST  |  ગાંધીનગર

ધો. 10નું પરિણામઃ સુરત જિલ્લો પ્રથમ ક્રમે, છોટાઉદેપુરનું સૌથી ઓછું

ધો. 10નું આવ્યું પરિણામઃ સુરત જિલ્લો પ્રથમ ક્રમે, છોટાઉદેપુરનું સૌથી ઓછું

ધોરણ 10માં સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાઓમાં સુરતે બાજી મારી છે. સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 46.83 ટકા પરિણામ આવ્યું છે.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ
ધોરણ 10નું ઓવરઓલ 66.97 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 100 ટકા પરિણામો ધરાવતી 366 શાળાઓ છે. જ્યારે 995 શાળાઓ એવી છે જેનું પરિણામ 30 ટકા કરતા ઓછું છે. 63 શાળાઓ તો એવી પણ છે જેનું પરિણામ 0 ટકા છે.

ગુજરાતી માધ્યમનું સૌથી ઓછું પરિણામ
ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા આવ્યું છે. હિન્દી માધ્યમનું પરિણામ 72.66 ટકા આવ્યું છે જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ 66.97% પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા
46974 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 32, 375 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1 ગ્રેડ મેળવનારા 70, 677 વિદ્યાર્થીઓ છે. B2 ગ્રેડ મેળવનારા 1, 29, 629 વિદ્યાર્થીઓ છે. 1, 87,607 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1, 19, 452 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. D ગ્રેડ મેળવનારા 6, 288 વિદ્યાર્થીઓ છે જ્યારે E ગ્રેડ મેળવનારા 21 વિદ્યાર્થીઓ છે.

gandhinagar gujarat