22 June, 2025 11:48 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં આજે ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં બૅલટપેપર દ્વારા મતદાન થશે અને ગ્રામીણ વિસ્તારના મતદારો તેમનો મત મતપેટીમાં નાખશે. ગુજરાતમાં ૪૬૮૮ ગામોમાં સામાન્ય તેમ જ મધ્યસત્ર ચૂંટણી યોજાશે, જ્યારે ૩૬૩૮ ગામોમાં પેટાચૂંટણી યોજાશે. આમ કુલ મળીને ૮૩૨૬ ગામોમાં ચૂંટણી યોજાશે. જોકે આ પૈકી કેટલીક ગ્રામપંચાયતો સમરસ થઈ છે. ગામજનો સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ ચૂંટણી માટે પચીસ જૂને મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે.