રાજ્ય સરકારની કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

29 June, 2019 04:14 PM IST  |  ગાંધીનગર

રાજ્ય સરકારની કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

નીતિન પટેલની મહત્વની જાહેરાત

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને મહત્વની ભેટ આપી છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

નીતિ પટેલે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવામાં આવ્યો છે. હાલ કર્મચારીઓને 9 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે તેમાં 3 ટકા વધારો થયો છે. જેથી તે 12 ટકા થશે. જેનો લાભ 9.61 લાખ કર્મચારીઓને મળશે.

આ પણ વાંચોઃ રથયાત્રા પહેલા ગૃહપ્રધાન પ્રદિપ સિંહે કરી સમીક્ષા, પોલીસની ચાંપતી નજર

2 જુલાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થવા માટે જઈ રહ્યું છે તે પહેલા નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. આ વધારામાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ વધારો પહેલી જાન્યુઆરી 2019થી અમલમં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત સરકારની તિજોરી પર 1071 કરોડ રૂપિયાનો બોજો પડશે. ફિક્સ પગારના કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સમકક્ષ પગાર મળશે. તેમને પહેલી એપ્રિલથી પુરેપુરો પગાર ચુકવવામાં આવશે.

Nitin Patel gujarat