‘મા’ અને ‘મા વાત્સલ્સ’ યોજનાને લઇને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

11 May, 2019 07:16 PM IST  | 

‘મા’ અને ‘મા વાત્સલ્સ’ યોજનાને લઇને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

નીતિન પટેલે કરી યોજનાની જાહેરાત

રાજ્ય સરકાર સામાન્ય લોકો માટે સારવાર અર્થે સારા સમાચાર લઈને આવી છે. રાજ્ય સરકારે મુખ્યપ્રધાન અમૃતમ, મુખ્યપ્રધાન અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેશ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રાથમિક, સેકેન્ડરી અને ટર્શરી સારવાર માટે 5 લાખ સુધીની કેશલેસ સહાય આપવામાં આવશે. આ પહેલા આ યોજનાઓ હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે 40,000 રુપિયાની સહાય મળતી હતી જે હવે વધારીને 5,00,000 કરવામાં આવી છે.

સરકારે આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખની સહાય મળી શકે છે

રાજ્ય સરકારે જાહેર કરેલી આ યોજનાનો લાભ 14માર્ચ 2019 બાદના બધા જ લાભાર્થીઓને મળશે. ગુજરાત સરકાર રાજ્ય સરકારની મુખ્યપ્રધાન અમૃતમ, મુખ્યપ્રધાન અમૃતમ વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ મળનારી 5,00,000 સુધીની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનામાં ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવારને પણ સામેલ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ જે લાભાર્થીને ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય તેમને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકે ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. લાભાર્થીઓને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં લાભ મેળવી શકાશે

Nitin Patel gujarat