વધ્યો શિક્ષણનો બોજ, પાઠ્યપુસ્તકોના ભાવમાં ધરખમ વધારો

02 June, 2019 10:50 AM IST  |  ગાંધીનગર

વધ્યો શિક્ષણનો બોજ, પાઠ્યપુસ્તકોના ભાવમાં ધરખમ વધારો

વધ્યો શિક્ષણનો બોજ

શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ વધુ મોંઘું થયું છે. ધોરણ 1 થી 12ના નવા પાઠ્ય પુસ્તકોના ભાવમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12નાં પાઠ્ય પુસ્તકોના ભાવ બમણા થઈ ગયા છે.

શું છે તંત્રનો જવાબ?
પાઠ્ય પુસ્તકોના ભાવમાં થયેલા વધારા પર જવાબ આપતા તંત્ર કહે છે કે, 'આ વર્ષે NCERTનો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે. જેના કારણે પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.'

રાજ્યના શિક્ષણ વિભાગે આ વર્ષના નવાશૈક્ષણિક સત્રથી NCERTના પુસ્તકો અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય પાઠ્ય પુસ્તકે ડિસેમ્બર મહિનાથી જ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જે હવે તૈયાર થઈ ગયા છે. પરંતુ તે વાલીઓના ખિસ્સાને મોંઘા પડી રહ્યા છે.

બમણા થયા ભાવ
નવા પુસ્તકોનો ભાવ બમણો થયો છે. ધોરણ 10ના ગુજરાતી માધ્યમનું ગણિતનું પુસ્તક 89 રૂપિયાના બદલે 126 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે વિજ્ઞાનનું પુસ્તક 91 રૂપિયાના બદલે 149 રૂપિયામાં મળી રહ્યું છે. અંગ્રેજી માધ્યમમાં જે પુસ્તકનો ભાવ 180 રૂપિયાના સ્થાને 305 રૂપિયામાં મળી રહ્યા છે. જ્યારે ધોરણ નવમાં હાલમાં ચાલતા પુસ્તકોની કિંમત 241 રૂપિયાથી વધીને 572 થયા છે.

આ પણ વાંચોઃ પુત્રનો લખાયેલો પત્ર ખોલીને વાંચવા બદલ પિતાને થઈ સજા

વાલીઓની તૂટશે કમર
એક તરફ સ્કૂલ ફી દિવસેને દિવસે વધી રહી છે. ભણતર પાછળના ખર્ચા પણ વધી રહ્યા છે અને તેમાં પણ હવે પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો થયો છે. જેથી વાલીઓ પર વધુ બોજ પડવાની શક્યતા છે.

gandhinagar gujarat