ગાંધીનગરઃ લગ્નની લાલચ આપીને પરિણીતા સાથે દુષ્કર્મ, પડાવી લીધા 25 લાખ

15 May, 2019 03:43 PM IST  |  ગાંધીનગર

ગાંધીનગરઃ લગ્નની લાલચ આપીને પરિણીતા સાથે દુષ્કર્મ, પડાવી લીધા 25 લાખ

લગ્નની લાલચ આપીને પરિણીતા સાથે દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક દુકાનદારે આધાર કાર્ડ અને સ્ટેમ્પ પેપર બતાવીને એક પરિણીતા સાથે દોસ્તી કરી અને તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. આરોપીએ તેની પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા અને જાનથી મારવાનો પ્રયાસ પણ કર્યો.

ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપીની ગાંધીનગરમાં મોબાઈલની દુકાન છે. પીડિતાએ માર્ચ 2018માં આરોપીની દુકાનથી મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો. મહિલાનો પતિ સાથે સંબંધ સારો નહોતો. તેનો ફાયદો ઉઠાવતા આરોપી મહિલાને અમદાવાદના એસજી હાઈવે પર આવેલી હોટેલમાં લઈ ગયા અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું.

આ પણ વાંચોઃ અમદાવાદઃ જે પતિએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો તેને જ પત્નીએ સજાથી બચાવ્યો

પીડિતાને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ સાદા સ્ટેમ્પ પેપર પર પોતાના અને તેના આધાર કાર્ડની કોપી અટેચ કરીને તેને સોંપી દીધી. તેણે કહ્યું કે પીડિતા પોતાની તમામ ઈચ્છાઓ સ્ટેમ્પ પેપરમાં લખી શકે છે. આરોપીએ પીડિતા પર અનેક વાર દુષ્કર્મ કર્યું અને 25 લાખ રૂપિયા લીધા. પીડિતાએ જ્યારે પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ તેને નર્મદામાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો.

gandhinagar gujarat