કૉન્ગ્રેસના 10 ધારાસભ્યો અમારા સંપર્કમાં : પ્રદીપસિંહ જાડેજાનો ઘટસ્ફોટ

01 March, 2020 10:54 AM IST  |  Gandhinagar

કૉન્ગ્રેસના 10 ધારાસભ્યો અમારા સંપર્કમાં : પ્રદીપસિંહ જાડેજાનો ઘટસ્ફોટ

પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભા ચૂંટણી કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યાના આધારે જોવામાં આવે. રાજ્યસભાની બે સીટો પર કૉન્ગ્રેસ પાર્ટી અને બે સીટો પર ભારતીય જનતા પાર્ટીને જીત મળી શકે છે. જોકે આ પહેલાં ધારાસભ્યોના જોડ-તોડીની ચર્ચાએ વેગ પકડ્યો છે.

રાજ્યસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં જે પ્રકારે કૉન્ગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામું આપવાનો ઇતિહાસ રહ્યો છે તેને લઈ નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કૉન્ગ્રેસના ધારાસભ્યોને ચૂંટણી પહેલાં જે પણ લોકો બીજેપીમાં જોડાવા માગે છે તેઓ આવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું.

આ દરમ્યાન સંખેડાના બીજેપી ધારાસભ્ય અભયસિંહ તડવીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની વાતનું સમર્થન કર્યું હતું. તો ત્યાં જ પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, કૉન્ગ્રેસના ૧૦ જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ગૃહ રાજ્યપ્રધાનના આ નિવેદન પરથી કૉન્ગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

ત્યાં જ ગત વખતની વાત કરીએ તો રાજ્યસભા ચૂંટણી દરમ્યાન કૉન્ગ્રેસે પોતાના ધારાસભ્યોના તૂટવાથી બચાવવા માટે બૅન્ગલોર અને પાલનપુર લઈ ગઈ હતી. આ વખતે પણ કૉન્ગ્રેસ સામે પોતાના ધારાસભ્યોને તૂટવાથી બચાવવા માટે મોટો પડકાર છે.

Gujarat BJP Gujarat Congress gujarat