04 April, 2025 01:04 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ડીસાકાંડમાં જીવ ગુમાવનારી ૧૮ વ્યક્તિના મધ્ય પ્રદેશમાં એકસાથે અંતિમ સંસ્કાર
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફૅક્ટરી-ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો અને એમાં સ્લૅબ ધરાશાયી થયા બાદ આગ ફાટી નીકળતાં ૨૧ શ્રમિકોનાં મૃત્યુ થતાં હતાં અને ૬ શ્રમિકો દાઝી ગયા હતા. મૃત્યુ પામેલા ૧૮ શ્રમિકોના ગઈ કાલે મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલા નેમાવર ઘાટ પર એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના ૧૦ અને હરદા જિલ્લાના ૮ જણ સામેલ હતા. ગઈ કાલે ૧૮ શ્રમિકોના અંતિમ સંસ્કાર એકસાથે દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ પર નર્મદા નદીના કિનારે કરવામાં આવ્યા હતા.