રેશમા પટેલે NCP માંથી આપ્યું રાજીનામું, હવે જોડાશે AAPમાં

16 November, 2022 11:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે વિરમગામ બેઠકથી લડશે ચૂંટણી

રેશમા પટેલ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકારણમાં દરરોજ કંઈક નવી ઉથલપાથલ થઈ રહી છે. હવે NCP પ્રદેશ મહિલા (Nationalist Mahila Congress Gujarat Pradesh) મોરચાના પ્રમુખમાંથી રેશમા પટેલ (Reshma Patel)એ રાજીનામું આપ્યું છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાશે. કોંગ્રેસ દ્વારા ગઠબંધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની કુતિયાણા અને ગોંડલ બેઠક પર સહમતી નહીં સધાતા તેના વિરોધમાં રેશમા પટેલે રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર,  રેશમા પટેલ વિરમગામ બેઠક પરથી પાટીદાર અનામત આંદોલનના અને ભાજપના નેતા હાર્દિક પટેલ (Hardik Patel) સામે ચૂંટણી લડશે.

NCPમાંથી રાજીનામું આપી ચૂકેલા પાટીદાર અગ્રણી રેશમા પટેલ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડશે તેવા અહેવાલો મળી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની સામે વિરમગામ બેઠક પરથી રેશમા પટેલ ચૂંટણી લડશે તેવી માહિતી અત્યાર સુધી મળી છે અને સંભવત આજે સાંજ સુધીમાં રેશમા પટેલની વિરમગામ બેઠક પરથી દાવેદારીને લઈને જાહેરાત થઈ શકે છે.

રેશમા પટેલ અને હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન વખતે એક સાથે જોવા મળતા હતા, પરંતુ પાટીદાર અનામત આંદોલનનુ રાજકીય કરણ થયું અને પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ બેઠક પરથી ઉમેદવાર બન્યા છે તો બીજી તરફ રેશમા પટેલ પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈને આગળ વધી રહ્યા છે.

આ પરિસ્થિતિથી રાજકીય વાતાવરણ ગરમ થયું છે.

gujarat gujarat news gujarat election 2022 gujarat elections aam aadmi party hardik patel