Gujarat Election: સાઈકલ પર સિલિન્ડર લઈને મત આપવા પહોંચ્યા આ જાણીતા કોંગ્રેસ ઉમેદવાર

01 December, 2022 11:02 AM IST  |  Amreli | Gujarati Mid-day Online Correspondent

તેમણે કહ્યું કે 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી(Bhajap)એ ભય અને સ્વાર્થ વચ્ચેની દિવાલની વચ્ચે રાજ્યને ગુલામ બનાવવાની સાજિશ કરી છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)નું પહેલા તબક્કા માટે મતદાન (Gujarat Voting)શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી(Amreli Congress Dhanani)એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા. હકીકતે, તેઓ સાઈકલ પર ગેસ સિલિન્ડર લઈને મતદાન બુથ પર પહોંચ્યા હતા. મોંઘવારીનો મુદ્દો ઉજાગર કરતાં તેમણે મતદાન કર્યુ હતું. ગેસ સિલિન્ડરના વધતાં ભાવ અંગે જનતાને જાગૃત કરવા માટે તેમણે આ રીત અપનાવી. એએનઆઈએ પરેશ ધાનાણીઓ વીડિયો પણ શેર કર્યો છે. 

મતદાન કર્યા પછી પરેશ ધાનાણી(Paresh Dhanani)એ કહ્યું કે 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી(Bhajap)એ ભય અને સ્વાર્થ વચ્ચેની દિવાલની વચ્ચે રાજ્યને ગુલામ બનાવવાની સાજિશ કરી છે. સરકારી નિષ્ફળતાઓને કારણે ગુજરાતમાં મંદી, મોંઘવારી, બેરોજગારી પ્રતિદિન વધી રહ્યું છે. આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મેં આજે મતદાન કર્યુ છે અને મને ભરોસો છે કે સમગ્ર ગુજરાત પણ મત આપશે અને સત્તાનું પરિવર્તન થશે. કોંગ્રેસ આવશે ફરી સમૃદ્ધિ આવશે. 

સવારે નવ વાગ્યે કેટલું મતદાન થયું?
જિલ્લા મતદાન
ડાંગ 7.76 ટકા
તાપી 7.25ટકા
વલસાડ 5.58ટકા
સુરેન્દ્રનગર 5.41ટકા
નવસારી 5.33ટકા
નર્મદા 5.30ટકા
મોરબી 5.17ટકા
ગીર સોમનાથ 5.17ટકા
રાજકોટ 5.05ટકા
કચ્છ 5.06ટકા
જૂનાગઢ 5.04ટકા
સુરત 4.44ટકા
જામનગર 4.42ટકા
પોરબંદર 3.92ટકા

 

gujarat news gujarat election 2022 gujarat elections Paresh Dhanani Gujarat Congress