Gujarat Election: પુરુષોની ખરાબ માનસિકતા મહિલાઓ સામેના ગુનાનું કારણ: ઓવૈસી 

24 November, 2022 12:24 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

એક રેલી દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ બેરોજગારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો.

અસદુદ્દિન ઓવૈસી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)નો બરાબર રંગ જામ્યો છે. ભાજપથી લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી લઈ અસદુદ્દિન ઓવૈસીની AIMIM રાજ્યમાં સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન ઓવૈસીએ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case)ને લવ જેહાદ કહેવા પર ઓવૈસે કહ્યું કે આ તેની માનસિક બીમારી છે.

હકીકતમાં, ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે સરમાએ કહ્યું હતું કે લવ જેહાદના કારણે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ અંગે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઔવેસે કહ્યું કે ભાજપના લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે. તેઓ આ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, હિમંત બિસ્વા સરમા રાજકીય રમત રમી રહ્યા છે.

પુરુષોની ખરાબ માનસિકતા જ મહિલાઓ સામેના ગુનાનું કારણ છે
ઓવૈસીએ(Asaduddin Owaisi) કહ્યું કે, દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનું કારણ પુરુષોની બીમાર માનસિકતા છે. માત્ર શ્રદ્ધા મર્ડર કેસ જ નહીં, આઝમગઢમાં એક છોકરીના છ ટુકડા, દિલ્હીમાં નશાખોર દ્વારા મા-બાપની હત્યા આ બધી ઘટના એવી જ છે. ભાજપના લોકો આના પર કેમ કંઈ બોલતા નથી? તેમણે કહ્યું કે, યુએનએ પણ કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ રોકવાની જરૂર છે. પરંતુ, ભાજપ માત્ર મુસ્લિમો વિરુદ્ધ નફરત પેદા કરવા માંગે છે.

કોંગ્રેસ પર પણ વળતો પ્રહાર
આ દરમિયાન ઔવેસીએ કોંગ્રેસના આરોપ પર પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે અમે ગુજરાતમાં આવીને રમત બગાડી છે, પરંતુ રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે તેઓ અમેઠી કેમ હારી ગયા? અમે ત્યાં ન હતા. તેમણે કહ્યું, અમારા 13 ઉમેદવારો લડી રહ્યા છે. બાકીની સીટો પર ભાજપને હરાવીને તેઓ મુખ્યમંત્રી કેમ નથી બનતા. ઓવૈસીએ કહ્યું, હૈદરાબાદમાં કોંગ્રેસ અમારી સામે લડે ત્યારે અમે રડતા નથી.

મોદી પર પણ કર્યો પ્રહાર
એક રેલી દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ બેરોજગારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું, હું એક છોકરાને મળ્યો હતો, તેણે મને કહ્યું કે હું જે છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું તે મારી પાસે આવી અને કહ્યું કે તને સરકારી નોકરી ક્યારે મળશે? પપ્પા છોકરાની શોધમાં છે. જેના પર છોકરાએ જવાબ આપ્યો કે મોદી સરકાર પર ભરોસો ન કરો, તમે લગ્ન કરી લો.

gujarat election 2022 gujarat elections asaduddin owaisi