આઇસીયુ વૉર્ડમાંથી સીધું વોટિંગ-બૂથ

24 April, 2019 08:27 AM IST  |  રાજકોટ

આઇસીયુ વૉર્ડમાંથી સીધું વોટિંગ-બૂથ

જિજ્ઞા પટેલ

રાજકોટની ગોકુલ ન્યુરોસર્જિકલ હૉસ્પિટલના આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં ઍડ્મિટ થયેલી જિજ્ઞા પટેલ નામની બાવીસ વર્ષની યુવતીને મતદાન કરવાનું મન થતાં તેના પેરન્ટ્સે દીકરીની આ ઇચ્છાને માન આપીને ડૉક્ટરો પાસેથી ખાસ પરમિશન લઈને મતદાન કરાવ્યું હતું. જિજ્ઞા સાથે ડૉક્ટરની ટીમ, વૉર્ડબૉય અને અન્ય નર્સિંગ સ્ટાફ પણ વોટિંગ-બૂથ સુધી આવ્યો હતો. જિજ્ઞાની હાલત જોઈને ઇલેક્શન ઑફિસરે પણ તેની સાથે આ સ્ટાફને રહેવાની પરમિશન આપી હતી. એવું જરા પણ નથી કે જિજ્ઞાને એક-બે દિવસમાં હૉસ્પિટલમાંથી રજા મળવાની હોય.

આ પણ વાંચો : રાજકોટ: એક મત માટે ચેતેશ્વરે કર્યો આખી રાતનો ઉજાગરો

તેણે તો હૉસ્પિટલમાં લાંબો સમય રહેવાનું છે છતાં તેને થયું કે વોટ આપવો જોઈએ એટલે તે ખાસ ઍમ્બ્યુલન્સમાં વોટ આપવા ગઈ હતી. જિજ્ઞાએ કહ્યું હતું કે ‘વોટ એ જવાબદારી છે. મને મારી જવાબદારી નિભાવવી હતી એટલે હું વોટ આપવા ગઈ.’

rajkot gujarat Election 2019