રાજકોટ: એક મત માટે ચેતેશ્વરે કર્યો આખી રાતનો ઉજાગરો

24 April, 2019 07:43 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટ: એક મત માટે ચેતેશ્વરે કર્યો આખી રાતનો ઉજાગરો

ટીમ ઇન્ડિયાની વૉલ ગણાતાં ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે રાજકોટમાં વોટિંગ કર્યું હતું. આ એક વોટ માટે ચેતેશ્વરને ગઈ કાલે આખી રાતનો ઉજાગરો કરવો પડ્યો હતો. બન્યું એવું હતું કે સોમવારે ચેતેશ્વર ચેન્નઈમાં હતો. ત્યાંથી તેણે મોડી રાતની અમદાવાદની ફ્લાઇટ મળી એટલે તે પહેલાં અમદાવાદ આવ્યો. કરમની કઠણાઈ કહો તો કઠણાઈ, પણ ચેતેશ્વરનો ડ્રાઇવર પણ ગઈ કાલે રજા પર હતો એટલે તે સેલ્ફ-ડ્રાઇવ સાથે સવારે રાજકોટ પહોંચ્યો અને રાજકોટ આવીને તેણે વોટિંગ કર્યું.

ચેતેશ્વર પુજારા વોટ આપવા માટે જ્યારે બૂથ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર રહેલા સૌ કોઈએ તેનો વારો વહેલો આવે એની માટે પ્રયાસ કર્યો તો પણ ચેતેશ્વરે ના પાડી દીધી અને તે લાઇનમાં જ ઊભો રહ્યો. આટલું જ નહીં, તેણે હાજર રહેલા સ્થાનિક લોકોને પણ કહ્યું કે કોઈ જતા નહીં, આપણે વાતો કરીશું.

આ પણ વાંચો : ત્રીજા ચરણમાં સરેરાશ 63.24 ટકા મતદાન, ગુજરાતમાં 60.21 ટકા મતદાન

પછી તો શું કહેવું, સૌ કોઈ ચેતેશ્વરની રાહ જોતા બહાર ઊભા રહ્યા અને ચેતેશ્વર વોટ આપીને આવ્યો ત્યાં તો લોકોનાં ટોળાં થઈ ગયાં. ચેતેશ્વર બધા સાથે ઊભો રહ્યો, વાતો કરી અને બધાને પેટ ભરીને ઑટોગ્રાફ્સ પણ આપ્યા.

rajkot gujarat Election 2019 cheteshwar pujara