કેવડિયામાં જંગલ સફારી સહિત ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ

31 October, 2020 03:28 PM IST  |  Mumbai | Agencies

કેવડિયામાં જંગલ સફારી સહિત ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ

નરેન્દ્ર મોદીએ કેવડિયામાં ગઈ કાલે જંગલ સફારીનું કર્યુ ઉદ્ઘાટન. તસવીર : પી.ટી.આઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલથી ગુજરાતના બે દિવસના મહેમાન બન્યા છે ત્યારે તેઓ સૌપ્રથમ અમદાવાદથી સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યાં તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરિવારને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેમણે કનોડિયા બંધુઓના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના આપી હતી. વડા પ્રધાન ગાંધીનગરથી સીધા કેવડિયા જવા માટે રવાના થયા હતા. ૧૧.૪૦ વાગ્યે તેઓ કેવડિયા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે આરોગ્ય-વન, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને જંગલ સફારીનું ઉદ્‍ઘાટન કર્યું હતું. એ પ્રસંગે તેમની સાથે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન હાજર હતા. એ દરમ્યાન નરેન્દ્ર મોદીના અહીં અલગ-અલગ અંદાજ જોવા મળ્યા હતા. વડા પ્રધાને જંગલ સફારીનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળ્યાં હતાં. જંગલ સફારીના ઉદ્ઘાટન દરમ્યાન બે પોપટને પોતાના હાથમાં રમાડતા નરેન્દ્ર મોદીનો ફોટો વાઇરલ થયો હતો. વડા પ્રધાને એકતા ક્રૂઝ સર્વિસમાં પણ બેઠા હતા. એ ઉપરાંત ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું.

national news narendra modi gujarat