રાજકોટઃ દેવામાં ડૂબેલા વેપારીની નકલી નોટો છાપવા બદલ ધરપકડ

17 June, 2019 08:49 AM IST  |  રાજકોટ

રાજકોટઃ દેવામાં ડૂબેલા વેપારીની નકલી નોટો છાપવા બદલ ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

દેવામાં ડૂબેલો માણસ કઈ હદ સુધી જઈ શકે તેનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના એક વેપારીની પોલીસે નકલી નોટ છાપવા બદલ ધરપકડ કરી છે. શનિવારે ગુજરાત પોલીસને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે વેપારીના ઘરે દરોડા પાડ્યા. તેના પર ગેરકાયદે ચલણી નોટ છાપવાનો આરોપ હતો.

પોલીસે પાડેલા દરોડામાં 2000 રૂપિયા અને 500 રૂપિયાના દરની 60 ચલણી નોટો પકડાઈ છે. જેનો સરવાળો 75, 000 જેટલો થવા જાયછે. શહેરના લક્ષ્મણ ઝુલા પાર્ક વિસ્તારમાંથી આ નોટો ઝડપાઈ છે.

અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, "પકડાયેલા આરોપી અકબરી જેતપુરમાં એક ફેક્ટરીનો સહમાલિક હતો. પરંતુ તે ફેક્ટરી બંધ થઈ ગઈ. જેના કારણે તે આર્થિક સમસ્યાનો સામનો કરતો હતો. તે ઋણ ચુકવવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરીને નકલી ચલણી નોટ છાપતો હોત."

આ પણ વાંચોઃ રાજકોટને હવે શાંતિ, ભાદર ડેમમાં ભરાયા નર્મદાના નીર

વેપારીની ઈન્ડિયન પીનલ કોડના સેક્શન 489(નકલી નોટો છાપવા) બદલ ધરપકડ કરવામાં આવી છે.

rajkot gujarat