મોદી રાજી, મોઢવાડિયાનું રાજીનામું

20 December, 2012 10:43 AM IST  | 

મોદી રાજી, મોઢવાડિયાનું રાજીનામું





અમદાવાદ, 20 ડિસેમ્બર

આ ઉપરાંત કોંગ્રેસના મોટા ગજાના ગણાતા નેતાઓમાં શક્તિસિંહ ગોહેલ અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની પણ હાર થઈ છે. આ હારના નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખપદેથી અર્જુન મોઢવાડીયાએ રાજુનામુ આપી દીધું છે.

આજે પરિણામ પછી કોંગ્રેસનો કારમો પરાજય થતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ હાઈકમાન્ડને રાજીનામુ મોકલી આપ્યું છે જેથી કોંગ્રસમાં કારમી હાર થતા સોપો પડી ગયો છે.

મોડવાડિયાએ રાજીનામુ આપતા જણાવ્યું કે ‘આ લોક ચુકાદાને હું સ્વીકારું છું. વિધાનસભાની આ ચૂંટણીમાં પક્ષની હાર થઈ છે એની નૈતિક જવાબદારી સ્વીકારીને હું આ રાજીનામુ આપુ છું. આમ છતા પક્ષને મજબૂત કરવા માટે સતત કાર્યશીલ રહીશ.’

જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદીએ જીત બાદ લોકોનો આભાર માનતા કહ્યું હતું કે હું ગદગદીત થયો છું અને ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને દશા અને દિશા બંને બતાવી દીધા છે.