કૉન્ગ્રેસના ઉમેદવારોને ઓળખવા છે? સ્માર્ટ ફોન હોય તો એક સેકન્ડ લાગશે

07 November, 2012 06:12 AM IST  | 

કૉન્ગ્રેસના ઉમેદવારોને ઓળખવા છે? સ્માર્ટ ફોન હોય તો એક સેકન્ડ લાગશે


ઍટલીસ્ટ કૉન્ગ્રેસના ઉમેદવારો માટે તો આ ફરિયાદ શક્ય નહીં જ બને, કારણ કે કૉન્ગ્રેસે પોતાના તમામ કૅન્ડિડેટનો ફુલ બાયોડેટા મળી રહે એ પ્રકારની મોબાઇલ ઍપ્લિકેશન બનાવી છે. આ ઍપ્લિકેશનમાં માત્ર ઉમેદવારોની વાહવાહી નહીં મૂકીએ પણ કૅન્ડિડેટના છેલ્લા આઇટી રિટર્નથી લઈને તેમની પ્રૉપર્ટી અને જો કોઈ કેસ હશે તો એની પણ બધી વિગત મૂકવામાં આવશે એવો કૉન્ગ્રેસ દાવો કરે છે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘સ્થાનિક ઉમેદવારને તો લોકો ઓળખતા હોય એવું બને, પણ બહારના ઉમેદવારોથી સ્થાનિક લોકો ખાસ વાકેફ નથી હોતા એટલે અમે આ ઍપ્લિકેશન બનાવડાવી છે.’

આ ઍપ્લિકેશન પરથી માત્ર ઉમેદવારોની વિગતો જ નહીં, ગુજરાત કૉન્ગ્રેસને લગતા ન્યુઝથી માંડીને બીજેપી કે જીપીપી દ્વારા ચલાવવામાં આવતા આક્ષેપોનો જવાબ પણ આપવામાં આવશે. આ ઉપરાંત કૉન્ગ્રેસ પોતાની આ મોબાઇલ ઍપ્લિકેશન પર બીજેપી જે ઉમેદવારોને ટિકિટ આપશે એ ઉમેદવારોની પણ સાચી વિગતો કૉન્ગ્રેસની આ ઍપ્લિકેશન પર મૂકશે.