બીજેપીની સરકારે ગાયોની હત્યા બંધ કરવા વિશે ફક્ત ખોટી વાતો જ કરી છે

24 September, 2012 05:21 AM IST  | 

બીજેપીની સરકારે ગાયોની હત્યા બંધ કરવા વિશે ફક્ત ખોટી વાતો જ કરી છે



અમદાવાદ:  ગાયોની હત્યા બંધ કરવા વિશે એણે ફક્ત વાતો જ કરી છે. એ માટે ઠોસ પગલાં ક્યારેય નથી ભર્યા.’

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના માલધારી સેલ દ્વારા ગઈ કાલે ગાંધીનગર પાસે કોબા ખાતે માલધારી સંમેલન યોજાયું હતું. અજુર્ન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ૧૦૪ કરોડ મીટર જેટલી જમીન વેચી મારવાથી પશુઓને ગૌચરના અભાવે ભૂખે મરવા જેવી પરિસ્થિતિનું નર્મિાણ બીજેપીની સરકારે એના શાસનમાં કર્યું છે.

કૉન્ગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસની સરકાર આવશે તો ગૌચરની જમીનો જે બીજેપીની સરકારે ઉદ્યોગપતિઓને વેચી મારી છે એ પાછી અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકિટ મળે છે એ જોવા કરતાં જેને ટિકિટ મળે તેને જિતાડીને કૉન્ગ્રેસને સત્તામાં લાવવાની સંમેલનમાં ઉપસ્થિત માલધારી સમાજને તેમણે અપીલ કરી હતી.

આ પ્રસંગે ભારત સરકારના રાજ્ય કક્ષાના રેલવેપ્રધાન ભરતસિંહ સોલંકી, કૉન્ગ્રેસના અગ્રણી નરહરિ અમીન અને માલધારી સેલના ચૅરમૅન વી. વી. રબારીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી