ભુજ કૉલેજ મામલે ગેરવર્તણૂક કરનાર સામે પગલાં લેવાની રૂપાણીનું નિવેદન

16 February, 2020 11:40 AM IST  |  Bhuj

ભુજ કૉલેજ મામલે ગેરવર્તણૂક કરનાર સામે પગલાં લેવાની રૂપાણીનું નિવેદન

વિજય રૂપાણી

કચ્છમાં વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂકના મામલાને જરૂર ગંભીરતાથી લેવામાં આવશે. આ ઘટના મુદ્દે સીએમ વિજય રૂપાણીનું નિવેદન બહાર આવ્યું છે. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ તકે જવાબદારો સામે કડક પગલાં લેવાશે. આ સમગ્ર બનાવને લઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. આ બનાવમાં રાજ્યના શિક્ષણ અને ગૃહ ખાતાને પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવવામાં આવ્યું છે. સીએમએ ભુજ બબાલ મુદ્દે આવી પ્રતિક્રિયા નૅશનલ કમિશન ફોર વુમને ગુજરાત ડીજીપી શિવાનંદ ઝા પાસેથી તાત્કાલિક પગલાં અંગે રિપોર્ટ માગ્યો છે.

શુક્રવારે એનસીડબ્લ્યુએ કહ્યું હતું કે તેઓએ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પાંડોર અને પ્રિન્સિપાલ રીટા રાણીગા પાસેથી ખુલાસો માગ્યો છે. કમિશને ઘટના તેમ જ ટ્રોમામાંથી પસાર થયેલી છોકરીઓની તપાસ માટે એક સમિતિ બનાવી છે. એનસીડબ્લ્યુના પ્રતિનિધિઓ ટૂંક સમયમાં ઈન્ટિસ્ટ્યૂટની મુલાકાત લેશે અને છોકરીઓ સાથે વાતચીત કરશે. ‘એનસીડબ્લ્યુએ કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દર્શના ધોળકિયા અને ગુજરાત ડીજીપી શિવાનંદ ઝાને આ મામલાની સઘન તપાસ કરવા અને વહેલામાં વહેલી તકે તેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ તપાસના કડક આદેશ આપ્યા હોવાની વાત કરી છે. જોકે દોષીને સજા થાય છે કે નહીં તે મહત્વનો સવાલ છે.

Vijay Rupani gujarat bhuj