જે. એન. સિંહ વધુ 6 મહિના રહેશે રાજ્યના મુખ્ય સચિવ

31 May, 2019 12:12 PM IST  |  ગાંધીનગર

જે. એન. સિંહ વધુ 6 મહિના રહેશે રાજ્યના મુખ્ય સચિવ

ફાઈલ તસવીર

શુક્રવારે મુખ્ય સચિવ જે. એન. સિંહનો કાર્યકાળ પુરો થઈ રહ્યો હતો. જેને હવે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપવાનું નક્કી કર્યું છે. જો એક્સટેન્શન ન આપવામાં આવ્યું હોત તો તેઓ આજે નિવૃત થવાના હતા. જે. એન. સિંહ વયના કારણે નિવૃત થવાના હતા. જેમને એક્સટેન્શન મળતા રાજ્યના 4 IAS અધિકારીઓનું પ્રમોશન અટકી ગયું છે.

આ ચાર અધિકારીઓ રહી ગયા!
જે. એન. સિંહ જો આજે નિવૃત થયા હોત તો રાજ્યના 4 વરિષ્ઠ IAS અધિકારી સૂજીત ગુલાટી, પી. કે. ગેરા, સંજય પ્રસાદ અથવા જી. સી. મુર્મુમાંથી કોઈને મુખ્ય સચિવ બનવાની તક મળી હોત. પરંતુ વર્તમાન સચિવે એક્સટેન્શન મળ્યું છે. અને તે દરમિયાન આ લોકોનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય છે.

આ પણ વાંચોઃ ફાયર-સેફ્ટી વિનાનાં બિલ્ડિંગોને જરૂર પડ્યે તાળાં મારી દો: જે. એન. સિંહ

કોણ બની શકે જે. એન. સિંહના ઉતરાધિકારી!
છ મહિના બાદ જો જે. એન. સિંહ નિવૃત થાય તો હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા અનિલ મુકીમ અને અતનું ચક્રવર્તીમાંથી કોઈ મુખ્ય સચિવ બની શકે છે. આ સિવાય 1984 બેચના IAS અરવિંદ અગ્રવાલ, 1985ની બેચના પૂનમચંદ પરમાર અને 1986 બેચના સંગીતા સિંહ પણ આ રેસમાં છે.

gandhinagar gujarat