ગુજરાતમાં પહેલી જ વખત બ્રેઇલ લિપિના ઈવીએમનો ઉપયોગ થશે

02 November, 2012 05:35 AM IST  | 

ગુજરાતમાં પહેલી જ વખત બ્રેઇલ લિપિના ઈવીએમનો ઉપયોગ થશે


અમદાવાદ જિલ્લાના કલેક્ટર વિજય નહેરાએ કહ્યું હતું કે આ ઈવીએમ ઉપર બ્રેઇલ લિપિના માર્ક હશે. જોઈ નહીં શકતા મતદારો માટે મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ અધિકારી પાસે ઉમેદવારોની ક્રમવાર યાદી દર્શાવતું બ્રેઇલ લિપિમાં બૅલેટ પેપર ઉપલબ્ધ હશે. એ આ મતદારને અપાશે, જેથી તે બૅલેટ પેપર પર હાથ ફેરવીને ઉમેદવારોનાં નામ જાણી શકશે અને તે કયા ક્રમ ઉપર નામ છે એ જાણી શકશે. મતદાન કુટિરમાં બ્રેઇલ લિપિના માર્કિંગ સાથેનું ઈવીએમ હશે, જેમાં વાદળી બટનની જમણી તરફ આ બ્રેઇલ લિપિ માર્કિંગ હશે જેની ઉપર હાથ ફેરવીને પ્રજ્ઞાચક્ષુ મતદાર મતદાન કરી શકશે.

કલેક્ટર વિજય નહેરાએ કહ્યું કે શારીરિક રીતે અશક્ત મતદારો માટે અમદાવાદ જિલ્લાનાંં તમામ ૪૮૫૬ મતદાન મથકો ઉપર ખાસ રૅમ્પ (ઢાળ)ની વ્યવસ્થા કરવામાં આવશે.