ગુજરાતમાં ભાજપ યોજશે એક લાખ ખાટલા બેઠકો

29 December, 2018 08:00 AM IST  | 

ગુજરાતમાં ભાજપ યોજશે એક લાખ ખાટલા બેઠકો

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી

ગુજરાત ભાજપએ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે કવાયત હાથ ધરી છે. જાન્યુઆરીથી ગુજરાતની લોકસભા બેઠકદીઠ ભાજપ ચાર હજાર જેટલી ખાટલા બેઠક સાથે કુલ એક લાખ જેટલી ખાટલા બેઠકો યોજીને પ્રજાની વચ્ચે જઈને સીધો સંપર્ક કરશે. 

ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજાએ કહ્યું હતું કે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા પછી ગ્થ્ભ્ની પ્રદેશ બેઠક યોજાઈ હતી જેમાં આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરીને લોકસભાની ચૂંટણી વિશેનો રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો છે.પહેલીથી નવમી જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના દરેક લોકસભા વિસ્તારમાં આશરે ચાર હજાર જેટલી ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ મળીને એક લાખ જેટલી ખાટલા બેઠકો યોજવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમ જ તેમના દ્વારા કરેલાં કાર્યોને પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવશે. જનસંપર્ક થકી સરકારી યોજનાઓ તેમ જ કાર્યોથી માહિતગાર કરવામાં આવશે. ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક ભાજપ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં સિનિયર નેતાઓની ગુપ્ત બેઠકથી કૉંગ્રેસમાં ખળભળાટ

લોકસભાની અગામી ચૂંટણી પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સંખ્યાબંધ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારવાનું કાર્ય સંગઠન કરશે અને અગામી ચૂંટણીઓમાં વિજય મેળવી શકાય એ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

bharatiya janata party gujarat