ભાજપ નેતા, રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઇની હોસ્પિટલમાં નિધન

01 December, 2020 06:04 PM IST  |  Gujarat | Gujarati Mid-Day Online Correspondent

ભાજપ નેતા, રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઇની હોસ્પિટલમાં નિધન

તસવીર સૌજન્ય ફેસબૂક

ગુજરાતના ભાજપા નેતા અને રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની બે મહિનાથી કોરોનાની સારવાર થઈ રહી હતી. આજે તેમનું ચેન્નઇની હૉસ્પિટલમાં કોરોના સામેની જંગમાં નિધન થઈ ગયું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભય ભારદ્વાજના નિધન પર સંવેદનાઓ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા. આપણે તેમને ગુમાવ્યા તે ખૂબ જ દુઃખની બાબત છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ."

કોણ હતા અભય ભારદ્વાજ?
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પાત્ર ભજવ્યું હતું. તેમણે વર્ષ 1977થી ભારતીય જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લૉ ડિબેટમાં 41 યુનિવર્સિટીના પ્રતિસ્પર્ધીઓની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસોસિએશનમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.

bharatiya janata party gujarat narendra modi Rajya Sabha