ભાજપાને મોટો ઝટકો, આ સાંસદે આપ્યું રાજીનામું

29 December, 2020 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભાજપાને મોટો ઝટકો, આ સાંસદે આપ્યું રાજીનામું

મનસુખ વસાવા (તસવીર સૌજન્ય જાગરણ)

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આંચકો આપનારા એક સમાચાર છે. અહીનાં ભરુચ તરફથી લોકસભા સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સાથે જ ટૂંક સમયમાં જ સંસદની સભ્યતામાંથી પણ રાજીનામું આપવાની વાત કરી છે.

ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ ધનજીભાઇ વસાવાએ 28 ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી. આર. પાટીલને પત્ર લખીને પોતાના નિર્ણયની માહિતી આપી હતી. મનસુખ વસાવાએ કયા કારણે રાજીનામું આપ્યું તે હજી સ્પષ્ટ થયું નથી.

પ્રદેશ બીજેપી અધ્યક્ષને મોકલવામાં આવેલા પત્રમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે, તેઓ પાર્ટી સાથે પ્રામાણિક રહ્યા છે. સાથે જ પાર્ટી અને જીવનના સિંદ્ધાંતનું પાલન કરતા મેં ખૂબ જ સાવચેતીઓ રાખી છે, પણ આખરે હું એક માણસ છું અને ભૂલ માણસથી થઈ જતી હોય છે. માટે હું આ પાર્ટીમાંથી રાજીનામું આપું છું. વસાવાએ એ પણ કહ્યું કે લોકસભા સત્ર શરૂ થતાં પહેલા તે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપી દેશે.

નોંધનીય છે કે મનસુખ વસાવા તાજેતરમાં જ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. ગુજરાતના સીએમ વિજય રુપાણીને પત્ર લખીને વસાવાએ કહ્યું હતું કે ગુજરાતમાં આદિવાસી મહિલાઓની તસ્કરી થઈ રહી છે. આ સિવાય સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સંબંધો તેમણે પીએમ મોદીને પણ એક પત્ર લખ્યો હતો.

national news gujarat bharatiya janata party