ધુમ્મસે ઘેર્યું ગુજરાતને : વહેલી સવારે જોવા મળતું ગાઢ ધુમ્મસ

07 December, 2011 09:48 AM IST  | 

ધુમ્મસે ઘેર્યું ગુજરાતને : વહેલી સવારે જોવા મળતું ગાઢ ધુમ્મસ

 

ઘાટા ધુમ્મસને કારણે હાઇવે પર વાહનોની અવરજવર ઘટી ગઈ હતી અને ગુજરાતના સ્ટેટ ટ્રાન્સર્પોટ કૉર્પોરેશને સવારે ૧૦ વાગ્યા સુધીની બધી બસ અડધો કલાક મોડી કરી નાખી હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ હજી એક દિવસ સુધી દરિયાઈ પવન રહેશે. એને કારણે મોડી રાતથી સવાર સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે, પણ શુક્રવારથી ઉત્તરીય પવનો શરૂ થતાં ગુજરાતમાં ઠંડી શરૂ થશે.

ધુમ્મસને કારણે ગઈ કાલે ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોનું લઘુતમ તાપમાન એકથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટ્યું હતું. ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી રહ્યું હતું; જ્યારે ડીસામાં અને ગાંધીનગરમાં ૧૬, અમદાવાદમાં ૧૬.૮, વલસાડમાં અને ભુજમાં ૧૭.૧, રાજકોટમાં ૧૮.૯, વડોદરામાં ૧૯.૨ અને સુરતમાં ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી છે કે આવતા શુક્રવારથી ગુજરાતનું લઘુતમ તાપમાન ઘટવાની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે.