બીજેપી, જીપીપી ને કૉન્ગ્રેસે ૭૭ પાટીદારોને ટિકિટ આપી

27 November, 2012 06:19 AM IST  | 

બીજેપી, જીપીપી ને કૉન્ગ્રેસે ૭૭ પાટીદારોને ટિકિટ આપી

ગુજરાતની સૌથી વગદાર કૉમ્યુનિટી એવા પાટીદારો ગુજરાતના ત્રણ સૌથી મોટા પક્ષ એવા બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીની ટિકિટ મેળવવામાં ટોચ પર રહ્યા છે. એ વાતમાં કોઈ મીનમેખ નથી કે કેશુભાઈ પટેલ ઍક્ટિવ પૉલિટિક્સમાં આવ્યા પછી પાટીદારોના પાવરમાં વધારો થયો છે અને ગુજરાતના પટેલને મહત્વને સ્થાને બેસાડવાનો મુદ્દો ફરી એક વખત સપાટી પર આવ્યો છે. પટેલોને અગ્રિમ હરોળમાં બેસાડનારા કેશુભાઈ પટેલની જીપીપીએ ૨૧ લેઉવા પટેલને અને ૧૦ કડવા પટેલને એમ ૮૭ ઉમેદવારમાંથી કુલ ૩૧ ઉમેદવાર પટેલ પસંદ કર્યા છે તો બીજેપીએ પણ કેશુભાઈના ડગલે ચાલીને ૧૭ લેઉવા પટેલ અને ૮ કડવા પટેલને એમ કુલ ૨૫ પટેલને તથા કૉન્ગ્રેસે ૧૪ લેઉવા અને ૭ કડવા એમ ટોટલ ૨૧ પાટીદારોને ટિકિટ આપી છે. કુલ સરવાળા સાથે કહેવું હોય તો કહી શકાય કે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં મહત્વની ગણાય એવી ત્રણેય પાર્ટીઓએ ૫૨ લેઉવા પટેલોને તો ૨૫ કડવા પટેલોને ટિકિટ આપી છે. ટિકિટ મેળવવામાં બીજા નંબરે ગુજરાતના કોળીઓ રહ્યા છે. બીજેપીએ ૧૧, કૉન્ગ્રેસે ૧૨ અને જીપીપીએ ૧૪ કોળી ઉમેદવારને ટિકિટ આપી છે, જે કુલ ૩૭ ઉમેદવાર થાય છે.

કઈ પાર્ટીએ કેટલા પટેલને આપી ટિકિટ

 

જીપીપી

બીજેપી

કૉન્ગ્રેસ

ટોટલ

લેઉવા

૨૧

૧૭

૧૪

૫૨

કડવા

૧૦

૨૫