અમદાવાદઃ આ જાણીતી શાળાએ વાન સર્વિસ બંધ કરવાનો લીધો નિર્ણય, જાણો કારણ

16 October, 2019 11:36 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ આ જાણીતી શાળાએ વાન સર્વિસ બંધ કરવાનો લીધો નિર્ણય, જાણો કારણ

ઉદગમ સ્કૂલનો મહત્વનો નિર્ણય

ઉદગમ સ્કૂલના મેનેજમેન્ટે એવી સ્કૂલ વાનની સર્વિસ બંધ કરવાનું નક્કી કર્યું છે જેમની પાસે વિદ્યાર્થીઓને લેવા મુકવાનું લાયસન્ન નહીં હોય. વાન સાથે જોડાયેલા ખતરાને જોતા શાળાએ આગામી શૈક્ષણિક વર્ષથી વાન સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે વાલીઓને આ વાતની જાણકારી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવતા વર્ષથી વાનને શાળાના પરિસરમાં આવવાની અનુમતિ નહીં આપવામાં આવે અને શાળા કોઈ પણ પ્રકારે જવાબદાર નહીં રહે.

હાલ શાળાના 1800 વિદ્યાર્થીઓને લેવા મુકવા માટે 160 વાનનો ઉપયોગ થાય છે. શાળાના મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે માત્ર આરટીઓ પાસેથી મંજૂરી મેળવેલા વાહનોનો જ વિદ્યાર્થીઓને લેવા મુકવા માટે ઉપયોગ કરવામાં આવશે. ડ્રાઈવર પાસે પણ જરૂરી તમામ કાગળિયા હોવા જરૂરી છે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

વાલીઓને લખવામાં આવેલા પત્ર પ્રમાણે RTOએ મારૂતિ ઓમ્નીને વિદ્યાર્થીઓને લેવા મુકવાના વાહન તરીકે મંજૂર નથી કરી. કારણ કે તેમાં સલામતિની કોઈ વ્યવસ્થા નથી હોતી. જેના બદલે શાળાએ બસ સર્વિસ આપવાનું કહ્યું છે. જે સીસીટીવી અને ફાયર સેફ્ટીની સુવિધાઓથી સજ્જ હશે. બસની ફીમાં વપરાશન પ્રમાણે વધારો કે ઘટાડો થઈ શકે છે. હાલમાં શાળા સાથે 3 વેન્ડર્સ સંકળાયેલા છે. જેમને પણ શાળાએ વાનના બદલે બસની વ્યવસ્થા કરવાનું કહ્યું છે.

ahmedabad gujarat