કોરોનાએ વેકેશન બગાડ્યાં, બુકિંગ કૅન્સલ થઈ રહ્યાં છે

14 March, 2020 08:19 AM IST  |  Ahmedabad

કોરોનાએ વેકેશન બગાડ્યાં, બુકિંગ કૅન્સલ થઈ રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે વિશ્વનાં કેટલાંય ડ્રીમ ડેસ્ટિનેશન હાલ કોરોનાના કારણે ભેંકાર દેખાઈ રહ્યાં છે. દર વર્ષે લાખો ગુજરાતીઓ દેશવિદેશમાં લાખો રૂપિયાના ખર્ચે ફરવા જાય છે, પરંતુ આ વખતે બાળકોનું વેકેશન ઘરે જ રહે એવી સ્થિતિ કોરોનાએ કરી દીધી છે. વિદેશ જતા પ્રવાસીઓમાં માત્ર દુબઈનું જ બુકિંગ કૅન્સલ નથી થયું, વિશ્વના અન્ય તમામ દેશનું બુકિંગ કૅન્સલ થઈ ગયું છે. સ્થાનિક ટ્રાવેલ્સનું બુક‌િંગ ૮૦ ટકા કૅન્સલ થઈ ગયું છે.

અમદાવાદમાં વિદેશી ટૂર પર જતા લોકો વિશે ઇન્ટરનૅશનલ ટ્રાવેલ એજન્ટ કમલેશ શર્માએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે વિદેશના ટ્રાવેલ ડેસ્ટિનેશન પર બુકિંગ ૧૦૦ ટકા જેટલું કૅન્સલ થઈ ગયું છે. માત્ર દુબઈમાં જ બુકિંગ ચાલુ છે. કોરોનાના કારણે ઇન્ટરનેશનલ ટૂર કૅન્સલ થઈ ગઈ છે. સ્થાનિક ટૂર-ઑપરેટર રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ૭૫ લોકલ બુકિંગ કૅન્સલ થઈ ગયાં છે.

gujarat ahmedabad coronavirus