અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ, AMC ટોરેન્ટના કામ પર રાખશે નજર

21 June, 2019 02:16 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ, AMC ટોરેન્ટના કામ પર રાખશે નજર

અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ

અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગુરૂવારે ટોરેન્ટ પાવર કેવી રીતે રસ્તા ખોદે છે અને પછી તેને બરાબર ભરતા નથી તેના પર ચર્ચા કરવામાં આવી. રસ્તામાં પુરાણ બરાબર ન થવાના કારણે ખાડાઓ પડી ગયા છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે અધિકારીઓને ટોરેન્ટના કામ પર નજર રાખવાનું કહ્યું છે, જેથી તેઓ તેમનું કામ બરાબર રીતે પુરૂં કરે.

ટોરેન્ટએ શહેરમાં નવી લાઈન નાખવા માટે કે સમારકામ કરવા માટે AMCની મંજૂરી લેવી પડે છે. જો કે, તેમના કાર્યકરો કામ પુરું થયા બાદ કામ સરખું પુરું થયું છે કે નહીં તે નથી જોતા. તાજેતરમાં પડેલા વરસાદે ખાડાઓ અને ભૂવાઓની પોલ ખોલી નાખી છે.  જેના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે. અને આ રસ્તાઓના સમારકામનો ખર્ચ AMCએ ઉપાડવો પડે છે.

ટોરેન્ટે આ વર્ષે શહેરના 140 કિલોમીટર રસ્તાઓને ખોદી નાખ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં આ મામલે ચર્ચા કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, "જે રસ્તાઓ પણ આવી રીતે ખાડાઓ જોવા મળી રહ્યા છે તે ટોરેન્ટ પાવરે ખોદેલા છે. જેથી અમદાવાદ મનપાના અધિકારીઓને ટોરેન્ટ પાવરના કામ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે."

સ્થાનિકોની પણ ફરિયાદ છે કે ટોરેન્ટના કામદારો આવે છે અને તેઓ ખોદે છે અને તે બાદ તેને સરખી રીતે કવર નથી કરતા. જેથી રસ્તાઓ ઉબડખાબડ બની જાય છે. મહાનગરપાલિકાએ પગલા લેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર

જો કે ટોરેન્ટના અધિકારીના કહેવા પ્રમાણે, "અમે એ નથી માનતા કે કંપની જ્યાં ખોદકામ કરવામાં આવે છે તે રસ્તા સરખા નથી કરી. અમે અમદાવાદ મનપા પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ લઈએજ છે. સામાન્ય રીતે આ કામ ફૂટપાથના કિનારે કરવામાં આવા છે અને તેનું પુરાણ પણ બરાબર કરવામાં આવે છે. અમે જવાબદારી કંપની છે, અમે હંમેશા ખાતરી કરીએ છે કે જનતાને કોઈ સમસ્યા ન પડે."

ahmedabad gujarat