અમદાવાદઃ માત્ર 28 ટ્યુશન ક્લાસીસ જ ફાયર સેફ્ટી માટે કરાયા ચેક

01 June, 2019 03:05 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ માત્ર 28 ટ્યુશન ક્લાસીસ જ ફાયર સેફ્ટી માટે કરાયા ચેક

માત્ર 28 ટ્યુશન ક્લાસીસ જ ફાયર સેફ્ટી માટે કરાયા ચેક

અમદાવાદે ફાયર વિભાગે ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે. શહેરમાં 354 જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે તેમાંથી માત્ર 28 જગ્યાઓએ જ તપાસ કરવામાં આવી છે. 18 નવા ફાયર સ્ટેશનના અધિકારીઓને હજી પણ તાલિમ આપવાની બાકી છે જેથી તેઓ તેમના સીનિયર્સ સાથે જઈ રહ્યા છે.

ફાયર વિભાગના સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, "સુરતમાં ફાયર વિભાગના અધિકારી સામે ફરિયાદ દાખલ થઈ છે. જેથી અમે જુનિયર અધિકારીઓને કે નવા આવેલા અધિકારીઓને તપાસ સરવા માટે ન મોકલી શકીએ." જો આ રીતે જ કામ ચાલતુ રહ્યું તો તપાસ ક્યારે પૂર્ણ થશે તેવી પણ ટ્યુશન ક્લાસીસ ચલાવતા લોકોને ચિંતા છે.

ઘટના બાદ કેટલીક શાળાઓએ ફાયર અને ઈમરજન્સી સર્વિસને તેમના NOC રીન્યૂ કરવા માટે અરજી કરી છે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, "શાળાઓ પાસેથી 354 અરજીઓ આવી છે. જાગૃતિ માટે પ્રયાસો કરવા જરૂરી છે. અનેક શાળાઓમાં અગાશીમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ નાના બાળકોને પણ અગાશી પર રમાડવામાં આવતા હતા."

આ પણ વાંચોઃ સુરત આગઃ અપડેટ પીડિતના પિતા પહોંચ્યા હાઈકોર્ટ

શહેરના કાલુપુરના રહેવાસી પંકજ ભટ્ટે દાખલ કરેલી RTIમાં સામે આવેલી માહિતી પ્રમાણે, શહેરમાં આવેલી 2, 073 શાળાઓમાંથી માત્ર 186 શાળાઓએ 2018માં તેમની ફાયર સેફ્ટી સિસ્ટમનું ઑડિટ કરાવ્યું હતું અને NOCની માંગ કરી હતી. 2017માં 414 શાળાઓએ આવું કર્યું હતું. સુરતની ઘટના બાદ ફાયર વિભાગ જેમણે હજુ સુધી NOC નથી લીધી તેવી શાળાઓની યાદી તૈયાર કરી રહ્યું છે.