હવે અડાલજની વાવ જોવા માટે ચુકવવા પડશે પૈસા!

17 May, 2019 10:43 AM IST  |  અમદાવાદ

હવે અડાલજની વાવ જોવા માટે ચુકવવા પડશે પૈસા!

તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

ગુજરાતના વારસાની ઝાંખી કરવા માટે હવે તમારે પૈસા ચુકવવા પડશે. અત્યાર સુધી ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવની મુલાકાત ફ્રીમાં લઈ શકાતી હતી. પરંતુ હવે તેના માટે ટુરિસ્ટે 25 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ અડાલજની વાવને એપ્રિલ મહિનામાં શીડ્યુઅલ બી લિસ્ટમાં મુક્યું છે. સોમવારથી અડાલજની વાવ જોવા માટે ભારતીય નાગરિકોએ 25 રૂપિયા ચુકવવા પડશે જ્યારે વિદેશ નાગરિકો માટે 300 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ગુજરાતની આ જગ્યાઓ છે બેસ્ટ

1498માં બનેલી આ વાવ ઐતિહાસિક છે. આ વાવા કોતરણી અને કલા કારીગરીનો ઉત્તમ નમૂનો છે. જેની મુલાકાતે દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે.

ahmedabad gandhinagar gujarat