24 June, 2019 08:32 AM IST | અમદાવાદ
મગર
રવિવારે મહિસાગર જિલ્લામાં એક ચત્કારિક ઘટના બની હતી. અહીંના એક ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ચોરી થયાના કલાકો બાદ મંદિરમાં મગર ઘૂસી જતાં ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મગરને જોવા માટે થોડી જ વારમાં મંદિરમાં અસંખ્ય લોકો ભેગા થઈ ગયા હતા.
મહિસાગર જિલ્લાના પલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરમાંથી ચોરો પૈસાથી ભરેલી દાનપેટી સાફ કરી ગયા હતા. જોકે માતાજીના મંદિરમાં આ રીતે ચોરીની ઘટના બની એના થોડા કલાક બાદ મંદિરમાં મગર દેખાયો હતો. મંદિરમાં મગર દેખાવાની વાત મળતાં ગ્રામજનો એને માતાજીનો ચમત્કાર માનીને દોડી આવ્યા હતા. મંદિરમાં મગરને જોવા માટે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન
મંદિરમાં આવેલા મગરને માતાજીએ મોકલ્યો હોવાનું માનીને એને ચમત્કાર ગણીને લોકોએ મગર પર કંકુ છાંટ્યું હતું અને અનેક લોકોએ મગરનાં દર્શન કર્યાનો લાભ લીધો હતો. જોકે મંદિરમાંથી દાનપેટી કોણે અને કઈ રીતે ચોરી એ મામલે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.