ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર ડખો, ચૂંટણી પ્રચારના 70 લાખ પણ ન વપરાયા

06 May, 2019 12:16 PM IST  |  અમદાવાદ

ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર ડખો, ચૂંટણી પ્રચારના 70 લાખ પણ ન વપરાયા

ગુજરાત કોંગ્રેસ ઉમેદવારો પાસે માંગ્યો હિસાબ

રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 સંપન્ન થતા જ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી હિસાબ માંગવાની શરૂઆત કરી છે. અનેક ઉમેદવારો પર ચૂંટણી માટે પાર્ટીએ ફંડમાંથી આપેલા પૈસા બચાવવાનો પણ આરોપ છે.

કોંગ્રેસ ઉમેદવારોને હારનો ડર!
ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારો પર દરેક ચૂંટણીમાં પાર્ટી ફંડના પૈસા બચાવવાનો આરોપ લાગે છે. ખુદ કાર્યકર્તાઓનો આરોપ હોય છે કે ઉમેદવાર પાર્ટી પાસેથી મળેલા તમામ પૈસા ખર્ચ નથી કરતા. કેટલાક ઉમેદવારો એવા હોય છે કે, જે ચૂંટણીમાં હારના ડરથી પાર્ટી ફંડના પુરા પૈસા ખર્ચ નથી કરતા અને ચૂંટણી ખર્ચની નિયત સીમામાં મળેલા પૈસાને પણ બચાવવાનો પ્રયાસ કરે છે.

પાર્ટી ફંડના પૈસા પુરા નથી વાપર્યા
મહત્વનું છે કે ગુજરાતમાં દસ થી બાર લોકસભા બેઠક એવી છે જ્યાંથી કોંગ્રેસને જીતવાની આશા છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, વડોદરા, સુરત,નવસારી, ખેડા વગેરે મુખ્ય બેઠકો છે. અનેક ઉમેદવારોએ લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ફંડમાંથી મળેલા 70 લાખ રૂપિયા પણ પુરા નથી વાપર્યા. આની જાણ ત્યારે થઈ જ્યારે ઉમેદવારોએ ચૂંટણી આયોગ સામે પોતાનો ખર્ચ રજૂ કર્યો.

આ પણ વાંચોઃ ગુજરાત: સાવધાન... ત્રણ દિવસ પછી ફરી હીટ વેવ

'ઉમેદવારોએ આપવો પડશે હિસાબ'
ગુજરાત કોંગ્રેસના પ્રવકત્તા મનીષ દોશીએ આ મામલે કહ્યું કે, પાર્ટીએ પોતાના ઉમેદવારોના ખાતામાં 70-70 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, કેટલાક ઉમેદવારોએ તેનાથી ઓછો ખર્ચ કર્યો છે તો તેમણે પાર્ટીને તેને હિસાબ આપવો પડશે. તેમના પ્રમાણે, પાર્ટીએ પણ ચૂંટણી પંચને હિસાબ આપવાનો છે. જો ઉમેદવારે પોતે ચૂંટણી પંચ સમક્ષ ઓછો ખર્ચ બતાવ્યો છે તો તેણે બાકીની રકમ પાછી આપવી પડશે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress