Gujarat: ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ પાછું ખેંચ્યું રાજીનામું

30 December, 2020 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gujarat: ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ પાછું ખેંચ્યું રાજીનામું

મનસુખ ભાઈ વસાવા. તસવીર સૌજન્ય - જાગરણ

ગુજરાતના ભરૂચ લોકસભા (Bharuch Lok Sabha constituency)થી સાસંદ મનસુખ વસાવા સંમત થઈ ગયા છે. મનસુખ ભાઈ વસાવા (Mansukh Bhai Vasava)એ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. રાજ્ય સરકારના વન મંત્રી ગણપત સિંહ વસાવાએ મનસુખ ભાઈ સાથે મુલાકાત કરી હતી અને તેમને સમજાવ્યા હતા. આ પછી મનસુખ ભાઈએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. મનસુખ ભાઈ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોનના મુદ્દે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. નર્મદા જિલ્લાના 121 ગામનો આ ઝોનમાં સમાવેશ થવાથી તેઓ નારાજ હતા.

નોંધપાત્ર વાત એ છે કે ભરૂચ લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ આદિવાસી ગામને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવાના મુદ્દા પર નારાજગી વ્યક્ત કરતા મંગળવારે બીજેપીને રાજીનામું સોંપ્યું હતુ અને આગામી બજેટ સત્ર દરમિયાન લોકસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

નાખુશ સાંસદ મનસુખ ભાઈ વસાવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા સરકારની સતત વિરોધ કરી રહ્યા હતા. આ અગાઉ સાંસદ વસાવે ભાજપા અને સરકારના વલણ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલને મોકલવામાં આવેલા પત્ર દ્વારા વસાવાએ કહ્યું છે કે ભાજપે તેમને ઘણું આપ્યું છે. તેઓ માને છે કે તેમના મૂલ્યો અને આદર્શો ભાજપના અનુસાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીએ તેમને તેમની ક્ષમતામાં વિવેકબુદ્ધિ કરતાં વધારે પાર્ટીને આપ્યું છે. વસાવાએ કહ્યું કે તે સામાન્ય માણસ છે પરંતુ આદિવાસીઓ અંગેના આ મુદ્દા પર તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જઈ શકશે નહીં.

gujarat ahmedabad bharuch