રાજકોટ ઝૂના મન્કીઓએ ખાધી ORS કેન્ડી

07 June, 2019 07:53 AM IST  |  રાજકોટ

રાજકોટ ઝૂના મન્કીઓએ ખાધી ORS કેન્ડી

મન્કીઓએ ખાધી ORS કેન્ડી

હીટવેવ વચ્ચે ઝૂના પ્રાણીઓને હીટ-સ્ટ્રોક ન લાગે એ માટે ઝૂ ઓથોરિટી દ્વારા કાળજી લેવામાં આવતી હોય છે અને સમયાંતરે એને ORS કે ગ્લુકોઝ આપવામાં આવતું હોય છે. રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પણ પ્રાણીઓને આપવામાં આવતું હતું પણ ઝૂમાં રહેલાં અલગ-અલગ બ્રીડના મન્કીઓને જાણે કે ORS સામે વાંધો હોય એ રીતે એ કોઈ ORS ભેળવેલું પાણી પીતાં નહોતાં.

બહુ પ્રયાસો કર્યા પછી પણ ઝૂના અધિકારીઓને એમાં સકસેસ ન મળી એટલે તેમણે થોડું સ્માર્ટનેસ દેખાડી અને ORS મિશ્ર‌િત પાણીનો બરફ બનાવી નાખ્યો. જે મન્કી વેજિટેબલ્સ નિયમિત ખાતાં એની આ ORS કેન્ડીમાં તેમણે કાકડી-ટમેટાં જેવા વેજિટેબલ ભેળવી દીધાં તો જે મન્કીને પાણીમાં જ મજા આવતી હતી એમને માત્ર ORS કેન્ડી આપી દીધી.

આ પણ વાંચો : અમૂલ દૂધના ખરીદ ભાવમાં કિલોદીઠ ફૅટમાં 10નો વધારો કર્યો

મન્કી સામે માણસનું બુદ્ધિચાતુર્ય કામ કરી ગયું અને મન્કી મૂર્ખ બનીને બરફની કેન્ડી બનેલાં ORS મિશ્રિત પાણી ગ્રહણ કરી ગયાં. સ્વભાવીક રીતે એમને શરૂઆતમાં થોડું વિચિત્ર લાગ્યું ખરાં પણ ગરમી વચ્ચે ઠંડાગાર બરફને મોઢામાં રાખવાની મજા આવતી હતી એટલે એનો આનંદ લઈ લીધો.

rajkot gujarat