રાજકોટ પોલીસે PUBG અને મોમો ચેલેન્જ પરથી હટાવ્યો પ્રતિબંધ

10 May, 2019 12:35 PM IST  |  રાજકોટ

રાજકોટ પોલીસે PUBG અને મોમો ચેલેન્જ પરથી હટાવ્યો પ્રતિબંધ

રાજકોટ પોલીસે PUBG અને મોમો ચેલેન્જ પરથી હટાવ્યો પ્રતિબંધ

PUBG અને મોમો ચેલેન્જ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યા બાદ રાજકોટ પોલીસે બુધવારે બંને પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. શહેર પોલીસે લગાવેલા પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરે આ મામલે વાત કરતા કહ્યું કે, "યુવાનોની માંગણી અને તેમની રજૂઆતોને ધ્યાનમાં લઈને આ પ્રતિબંધ હાલ રદ્દ કરવામાં આવ્યો છે."

આ પણ વાંચોઃ બાઇક પર બેસવાની ના પાડતાં અનુસૂચિત જાતિની યુવતીની હત્યા

માર્ચમાં યુવાનોના હિતને ધ્યાનમાં લઈને ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને હવે હટાવી લેવામાં આવ્યો છે.

rajkot gujarat