સિદ્ધપુરમાં આભ ફાટ્યું

03 July, 2017 07:20 AM IST  | 

સિદ્ધપુરમાં આભ ફાટ્યું



ગુજરાતમાં ગઈ કાલે સિદ્ધપુરમાં ભારે વરસાદ થયો હતો અને છેલ્લા ૨૪ કલાકમાં ત્યાં ૩૩૩ મિલીમીટર એટલે કે ૧૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે સિદ્ધપુર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. સિદ્ધપુરનો અન્ડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મહેસાણા અને પાલનપુર વચ્ચેના રેલવે-ટ્રૅક નીચેની માટીનું પણ ચાર-પાંચ ઠેકાણે ધોવાણ થઈ ગયું હોવાની માહિતી મળી હતી, પણ એને સત્તાવાર સમર્થન મળ્યું નહોતું.

સિદ્ધપુર ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. મહેસાણા, પાલનપુર, હિંમતનગર, વડગામ, પોસીના, માણસા, ડીસા, ઇડર, માલપુર, ખેડબ્રહ્મા, ધાનેરા જેવાં સ્થળોએ પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર હતા.