સૌથી વધુ વલસાડમાં 69 તો પોરબંદરમાં 52 ટકા નોંધાયું

24 April, 2019 12:16 PM IST  |  ગાંધીનગર

સૌથી વધુ વલસાડમાં 69 તો પોરબંદરમાં 52 ટકા નોંધાયું

પ્રતીકાત્મક તસવીર

આજે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પીએમ મોદી તેમ જ અમિત શાહ, અડવાણી, આનંદીબહેન પટેલ, જેટલી સહિતના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૯ ટકા મતદાન થયું છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો કચ્છમાં ૫૧ ટકા, રાજકોટ ૫૮.૦૫ ટકા, જામનગર ૫૪.૧૪ ટકા, પોરબંદરમાં ૫૨.૪૧ ટકા, જૂનાગઢમાં ૫૫.૫૦ ટકા, અમરેલીમાં ૫૧.૩૮ ટકા, ભાવનગરમાં ૫૩.૩૮ ટકા, સુરેન્દ્રનગરમાં ૫૨.૧૬ ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ૬૧.૪૪ ટકા, પાટણમાં ૫૭.૭૬ ટકા, મહેસાણામાં ૬૧.૪૪ ટકા, સાબરકાંઠામાં ૬૧.૭૪ ટકા, ગાંધીનગરમાં ૬૧.૧૮ ટકા, અમદાવાદ (પૂવર્‍)માં ૫૫.૫૧ ટકા, અમદાવાદ (પશ્ચિમ)માં ૫૫.૧૨ ટકા મતદાન થયું.

જ્યારે મધ્ય ગુજરાતમાં ખેડામાં ૫૬ ટકા, આણંદમાં ૬૧.૭૨ ટકા, વડોદરામાં ૬૧ ટકા, પંચમહાલ ૫૭ ટકા, દાહોદમાં ૫૫.૪૨ ટકા, છોટાઉદેપુરમાં ૬૪.૧૨ ટકા મતદાન થયું. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ૬૦.૬૮ ટકા, બારડોલીમાં ૬૮.૯૯ ટકા, નવસારીમાં ૬૧.૯૫ ટકા, વલસાડમાં ૬૮.૫૩ ટકા, જ્યારે ભરૂચમાં ૬૫ ટકા મતદાન થયું.

પાટણમાં ૧૦૧ વર્ષનાં દાદીમાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે શહેરની કે. કે. ગર્લ્સ સ્કૂલમાં મતદાન કર્યું હતું. પરિજનો સાથે દાદી મતદાન કરવા આવ્યાં હતાં.

મહેસાણામાં ૫૦ વર્ષીય એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતાંની સાથે જ ઢળી પડી હતી. મહેસાણા નગરપાલિકામાં કામ કરતી આ વ્યક્તિને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી હતી, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ભરૂચના વાગરા તાલુકાના ઓચ્છણ ગામમાં અનોખી ઘટના ઘટી હતી. આ ગામના વયોવૃદ્ધ છીતુભાઈ મતદાન કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. મતદાન કર્યાની થોડી મિનિટોમાં જ છીતુભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો : ત્રીજા ચરણમાં સરેરાશ 63.24 ટકા મતદાન, ગુજરાતમાં 60.21 ટકા મતદાન

મતદાન પૂર્ણ થયા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ-કૉન્ફરન્સ કરી મતદાતાઓનો આભાર માન્યો હતો અને ફરીથી ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

gandhinagar Election 2019 gujarat